Saturday, May 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વડાપ્રધાનના આગમન પહેલા કોન્વેનું રિહર્સલ - VIDEO

જામનગરમાં વડાપ્રધાનના આગમન પહેલા કોન્વેનું રિહર્સલ – VIDEO

સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અધિકારીઓએ માર્ગો અને વ્યવસ્થાનો લીધો તાગ

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે આજે સુરક્ષા તંત્ર દ્વારા કોન્વેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ માર્ગો પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

- Advertisement -

વડાપ્રધાનના સંભવિત રૂટ પર અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરીને ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા તેમજ અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. કોન્વે દરમિયાન પોલીસ વાહનો સાથે સુરક્ષા દળોની અવરજવર જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ પર એરફોર્સથી લાલ બંગલા સર્કલ સુધી કોનવેના કાર કાફલા નુ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને શહેરમાં તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular