Thursday, May 7, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ગૌ સમ્માન આહવાન અંતર્ગત રેલી યોજાઇ - VIDEO

જામનગરમાં ગૌ સમ્માન આહવાન અંતર્ગત રેલી યોજાઇ – VIDEO

મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગૌ સમ્માન આહવાન અભિયાન સમિતિ દ્વારા ગૌરક્ષા મુદે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગૌ માતા આહવાન અભિયાન અને ગૌ સમ્માન અંતર્ગત જામનગરમાં આજે રેલી યોજાઇ હતી.

- Advertisement -

જામનગરના જોગસ પાર્ક પાસેથી આ રેલીનો પ્રારંભ થયો હતો. મામલતદાર કચેરી ખાતે રેલી પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગૌ સમ્માનની માંગણી કરવામાં આવી હતી. ગૌમાતાની સેવા, સુરક્ષા તથા સમ્માન સુનિશ્ર્ચિત કરવાની માંગણી સાથે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મામલતદાર મારફત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. ગૌ સર્વધન સહિતના મુદાઓના પોસ્ટર સાથે રેલીમાં જોડાઇ ગૌ સેવા માટે કેન્દ્રીય કાનુન લાગુ કરવા અને કેન્દ્રીય ગૌસેવા મંત્રાલય બનાવવા તેમજ ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો તથા ગૌ હત્યા પર પ્રતિબંધ સહિતના મુદાઓની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular