Friday, September 18, 2026
Homeરાજ્યહાલારજામજોધપુરના ખેડૂત સાથે દસ્તાવેજમાં સહી કરાવી છેતરપિંડી

જામજોધપુરના ખેડૂત સાથે દસ્તાવેજમાં સહી કરાવી છેતરપિંડી

મેઘપર ગામના શખ્સ દ્વારા બેન્કના બંધ ખાતાનો ચેક અપાયો : રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા વૃદ્ધના પત્નીને મારવા દોડયો : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

જામજોધપુરમાં રહેતાં પટેલ વૃદ્ધની જમીન ખરીદ કરી જમીનના વેચાણ પેટે બેંકના બંધ ખાતાનો રૂા. 9.74 લાખનો ચેક આપી જમીનના દસ્તાવેજમાં સહી કરાવી છેતરપિંડી આચરી વૃદ્ધની પત્નીને ગાળો કાઢી મારવા દોડેલા શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના વતની અને હાલ જામજોધપુરના રામવાડી શેરી નંબર 3માં રહેતા સુભાષભાઇ વીરજીભાઇ વિરમગામા (ઉ.વ. 61) નામના વૃદ્ધને વિશ્ર્વાસમાં લઇ જામજોધપુર તાલુકાન મેઘપર ગામના લખમણ નાથા કદાવલા નામના શખ્સએ વૃદ્ધની જમીન ખરીદ કરી વેચાણ પેટે રૂા. 9,74,000નો ચેક આપ્યો હતો. જો કે, આ ચેક જે બેન્કનું ખાતુ બંધ હોવા છતાં તેનો ચેક આપી વૃદ્ધને વિશ્ર્વાસમાં લઇ જમીનના નાણા પૂરા મળી જવાનો વિશ્ર્વાસ આપી ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજમાં સહીઓ કરાવી છેતરપિંડી આચરી હતી. છેતરપિંડીમાં બાકી રહેતી રકમની ઉઘરાણી કરવા ગયેલા વૃદ્ધના પત્નીને ગાળો  કાઢી માર મારવા દોડયો હતો. આ અંગે સુભાષભાઇએ ફરિયાદ નોંધાવતા આરોપી લખમણ કદાવલા વિરૂદ્ધ ગુનો નોંધી પીઆઇ એન. બી. ચૌહાણ તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular