Sunday, April 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ, શું કહે છે મતદારો - VIDEO

જામનગરમાં મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ, શું કહે છે મતદારો – VIDEO

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે.
લોકોમાં પણ સવારથી જ મતદાન કરવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો થી લઈ વડીલો ઉત્સાહભેર મતદાન માટે પહોંચી રહ્યા છે. Jmanagarna પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ પણ મતદાન કર્યું હતું

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, મતદાન પ્રક્રિયાને લઈને લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે અને લોકો ભયમુક્ત અને શાંતપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular