Friday, April 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ચૂંટણી ને લઈ શું છે તંત્રની તૈયારી? કલેકટર તથા જિલ્લા પોલીસવડાએ...

જામનગરમાં ચૂંટણી ને લઈ શું છે તંત્રની તૈયારી? કલેકટર તથા જિલ્લા પોલીસવડાએ આપી માહિતી – VIDEO

જામનગર મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રવિવારે મતદાન યોજાશે. જેને લઇ તંત્ર સજ્જ થઇ ગયું છે. શહેરજનો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. આવતીકાલે કતલની રાત છે. ગઇકાલ સાંજથી પ્રચાર પડઘમના ભૂંગળા શાંત થઇ ગયા છે. ત્યારે હવે ઉમેદવારો ગણતરીની કલાકોમાં મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે. ગઇકાલે પત્રકાર પરિષદમાં જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી. બી. પંડયા તથા જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ તંત્રની તૈયારી તથા અત્યાર સુધી તંત્ર દ્વારા કરાયેલ કામગીરીની માહિતી આપી હતી.

- Advertisement -

જામનગર મહાનગપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો પૈકી એક બેઠક બિનહરિફ થયા બાદ 63 બેઠકો માટે કુલ 206 ઉમેદવારો પોતાનું નશીબ અજમાવી રહ્યાં છે. સિક્કા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે કુલ 80 ઉમેદવારો મેદાને પડયા છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક પૈકી એક બેઠક બિનહરિફ થયા બાદ 23 બેઠકો માટે 72 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જામનગર તાલુકા પંચાયતની કુલ 112 સીટો પૈકી 05 બેઠકો બિનહરિફ થયા બાદ 107 બેઠકો ઉપર 326 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 63 બેઠકો માટે કુલ 4,42,841 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 1917 પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજમાં જોડાશે. આ ઉપરાંત 1120 જેટલા પોલીસ કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવશે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ખડેપગે રહેશે. જામનગર મહાનગરપાલિકામાં કુલ 217 સર્વિસ વોટરને બેલેટ પેપર ઇસ્યૂ કરાયા હતા તેમજ ચૂંટણી ફરજ પર અને અન્ય સ્ટાફ માટે કુલ 1560 પોસ્ટલ બેલેટ અપાયા હતાં. જામનગર મહાનગરપાલિકાના તમામ મતદાનમથકોમાં કુલ 948 બેલેટ યુનિટ (BU) અને 474 ક્ધટ્રોલ યુનિટ (CU) તૈયાર છે તેમજ મતદાન સ્ટાફ માટે જામનગર મહાનગરપાલિકામાં કુલ 160 બસો/વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ માટે કુલ 416 મતદાનમથકો છે. જેમાં 203 મતદાનમથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે 06 મતદાનમથકો અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. પોલિંગ સ્ટાફની બે તાલીમ પણ પૂર્ણ થઇ ચૂકી છે તેમજ ડિસ્પેચિંગ વખતે ત્રણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા અને તાલુકા પંચાયતમાં લાલપુર જિલ્લા પંચાયતની ચાર બેઠક અને લાલપુર તાલુકા પંચાયતની 18 બેઠક માટે કુલ 98,907 મતદાનો નોંધાયા છે. જે માટે 615 પોલિંગ સ્ટાફ તથા 336 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં જોડાશે. જામજોધપુર જિલ્લા પંચાયતની ચાર બેઠક અને જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠક માટે કુલ 82,039 મતદાનો નોંધાયા છે. જે માટે 635 પોલિંગ સ્ટાફ તથા 275 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં જોડાશે. જામનગર જિલ્લા પંચાયતની આઠ બેઠક અને જામનગર તાલુકા પંચાયતની 26 બેઠક માટે કુલ 1,65,401 મતદાનો નોંધાયા છે. જે માટે 1022 પોલિંગ સ્ટાફ તથા 380 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં જોડાશે. ધ્રોલ જિલ્લા પંચાયતની બે બેઠક અને ધ્રોલ તાલુકા પંચાયતની 16 બેઠક માટે કુલ 43,264 મતદાનો નોંધાયા છે. જે માટે 298 પોલિંગ સ્ટાફ તથા 161 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં જોડાશે. કાલાવડ જિલ્લા પંચાયતની ચાર બેઠક અને કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠક માટે કુલ 87,751 મતદાનો નોંધાયા છે. જે માટે 610 પોલિંગ સ્ટાફ તથા 326 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં જોડાશે. જોડિયા જિલ્લા પંચાયતની બે બેઠક અને જોડિયા તાલુકા પંચાયતની 16 બેઠક માટે કુલ 49,211 મતદાનો નોંધાયા છે. જે માટે 308 પોલિંગ સ્ટાફ તથા 159 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં જોડાશે.

- Advertisement -

જિલ્લાપંચાયત માટે 376 સર્વિસ વોટર, 2108 ચૂંટણી ફરજ પર અને અન્ય સ્ટાફ માટે પોષ્ટલ બેલેટ તેમજ 808 બેલેટ યુનિટ અને 808 ક્ધટ્રોલ યુનિટ તથા મતદાન સ્ટાફ માટે 226 બસો/વાહનો તૈયાર રાખવામાં આવ્યા છે. તાલુકા પંચાયત માટે 437 સર્વિસ વોટર, ચૂંટણી ફરજ પર અને અન્ય સ્ટાફ માટે 2108 પોસ્ટલ બેલેટ, 824 બેલેટ યુનિટ તથા 824 ક્ધટ્રોલ યુનિટ તૈયાર રખાયા છે. સિક્કા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે 19,409 મતદારો નોંધાયા છે. જે માટે 94 પોલિંગ સ્ટાફ તથા 120 પોલીસ સ્ટાફ ફરજમાં જોડાશે તેમજ ચાર સર્વિસ વોટર અને ચૂંટણી ફરજ તથા અન્ય સ્ટાફ માટે 42 પોસ્ટલ બેલેટ રહેશે તેમજ 62 બેલેટ યુનિટ તથા 31 ક્ધટ્રોલ યુનિટ ફાળવાયા છે તથા મતદાન સ્ટાફ માટે 6 બસો/વાહનો રાખવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકથી ચાર માટે રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર ભવન્સ એ. કે. દોશી વિદ્યાલય, મહિલા કોલેજ, જામનગર તથા મતગણતરી કેન્દ્ર હરિયા કોલેજ, રૂમ નંબર ત્રણ, વોર્ડ નંબર પાંચથી આઠ માટે રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર પ્રભુલાલ સંઘરાજ શાહ હાઈસ્કૂલ, સાત રસ્તા, જામનગર તથા મતગણતરી હરિયા કોલેજ, રૂમ નંબર 15, વોર્ડ નંબર 09 થી 12 માટે રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર ડીસીસી હાઈસ્કૂલ, સાત રસ્તા, મતગણતરી માટે હરિયા કોલેજ, રૂમ નં. 20 તથા વોર્ડ નંબર 13 થી 16 માટે રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર ડીકેવી આટર્સ એન્ડ સાયન્સ કોલેજ અને મતગણતરી હરિયા કોલેજ, રૂમ નંબર 21માં થશે. સિક્કા નગરપાલિકા માટે રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલ, દિગ્વિજય ગ્રામ તથા મતગણતરી પણ ત્યાં જ થશે.

જિલ્લા અને તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત માટે રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર કુશવાહ ઇંગ્લીશ એકેડમી અને મતગણતરી કેન્દ્ર પણ તે જ રહેશે. કાલાવડ તાલુકામાં રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર તથા મતગણતરી કેન્દ્ર મ્યુનિ. હાઇસ્કૂલ કાલાવડ રહેશે. ધ્રોલ તાલુકા માટે રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર હરધ્રોળ હાઇસ્કૂલ-ધ્રોલ તથા શ્રેયસ ઈન્સ્ટિટયૂટ જોડિયા મતગણતરી કેન્દ્ર, હરધ્રોળ હાઈસ્કૂલ રહેશે. લાલપુર તાલુકા માટે રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર મતગણતરી કેન્દ્ર સરકારી આટર્સ એન્ડ કોમર્સ કોલેજ-લાલપુર રહેશે. જામજોધપુર તાલુકા માટે રિસિવિંગ/ડીસ્પેચિંગ સેન્ટર તથા મતગણતરી કેન્દ્ર એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રહેશે.

જામનગર મહાનગરપાલિકા/નગરપાલિકા તથા જિલ્લા-તાલુકાના સંવેદનશીલ મથકો

ચૂંટણીઓમાં પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ તૈનાત

જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે કુલ 5499 પોલિંગ સ્ટાફ ફરજ ઉપર હાજર રહેશે. આ ઉપરાંત મતદારો શાંતિપૂર્ણ મતદાન કરી શકે અને ચૂંટણી શાંતિપ્રિય માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ 2877 પોલીસ સ્ટાફ ફરજમાં તૈનાત રહેશેે.

કાયદો બગાડનાર વિરૂદ્ધ કડક પગલાં : જિલ્લા પોલીસવડા

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ પોલીસ પણ એકશન મોડમાં આવી ગઇ છે અને ગુનેગારો વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી 4200 અટકાયત પગલાં ભરવામાં આવ્યાં છે. તેમજ 564 પ્રોહિબિશનના કેસ, 38 પ્રોહિબિશનના જામીન કેન્સલ કરાવવા, ત્રણ શખ્સો તડીપાર, 15 વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 20 જેટલી ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી હતી. જેમાં અઢી લાખ જેટલાં વાહનો ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેશી દારૂના ચેકિંગમાં રૂપિયા સવા છ લાખનો માલ અને વિદેશી દારૂના ચેકિંગમાં દોઢ કરોડનો મુદ્ામાલ કબ્જે કરાયો છે. ચૂંટણી દરમ્યાન 2800 પોલીસ કર્મચારીઓ તથા 22 વનરક્ષકો ફરજમાં રહેશે. કાયદો બગાડનાર શખ્સો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular