Friday, April 24, 2026
Homeરાજ્યજામનગરચૂંટણી પહેલાં જામનગરમાં આઈજીની વિવિધ વિસ્તારોની મુલાકાત - VIDEO

ચૂંટણી પહેલાં જામનગરમાં આઈજીની વિવિધ વિસ્તારોની મુલાકાત – VIDEO

જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય આજે ફરી શહેરના દૌરે આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તેમણે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

- Advertisement -

ખાસ કરીને વોર્ડ નંબર 12 સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં જઈ પરિસ્થિતિની સમીક્ષા કરી અને સંવેદનશીલ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. વોર્ડ નં. 12માં ગુજસીટોક હેઠળના બે આરોપી ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડી રહ્યા હોવાના કારણે પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે.

- Advertisement -

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આઈજી દ્વારા ‘રાઉન્ડ ધ ક્લોક’ પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ દરમિયાન જામનગર એસપી ડો. રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ દળનો મોટો કાફલો પણ સાથે રહ્યો હતો.

ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ કાર્યરત હોવાનું સ્પષ્ટ થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular