Friday, April 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ખોજાવાડમાં યુવાન ઉપર દંપતિનો હુમલો

જામનગરના ખોજાવાડમાં યુવાન ઉપર દંપતિનો હુમલો

જામનગર શહેરના ખોજાવાડ વિસ્તારમાં નજીવી બાબતે યુવાન ઉપર દંપતિ દ્વારા ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખોજાવાડમાં આવેલી ખોજા કલબ સામે રહેતાં મુસ્તાક સુલેમાને મૈણ (ઉ.વ.35) નામનો યુવાન ગત્ તા. 22ના રોજ રાત્રિના સમયે તેના ઘર બહાર ઉભો હતો ત્યારે યાકુબ યુસુફ જુમાણી ત્યાંથી પસાર થતાં તેણે યુવાન સાથે વાતચીત કરતાં યુવાને વાતચીત કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા યાકુબએ લાકડાંના ધોકા વડે હુમલો કરતાં અવાજ સાંભળીને યાકુબની પત્ની હલીમાબેને ધોકા સાથે આવીને મુસ્તાક ઉપર હુમલો કર્યો હતો. તેમજ મુસ્તાક ઉપર હુમલો થતાં બચાવવા વચ્ચે પડેલા વ્યક્તિને પણ પતાવી દેવાની ધમકી આપી હતી. આમ, દંપતિએ યુવાન ઉપર હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં હે.કો. જી.વી.ચાવડા તથા સ્ટાફએ દંપતિ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular