ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામીના પરિવારના સમય-પ્રભા-દિવ્યા ગુરુણીના સુશિષ્યા પૂ. મંજુલાબાઈ મહાસતીજી 82 વર્ષની વયે 51 વર્ષના દીક્ષા પર્યાય સહિત આજે તા. 11/04/2026 શનિવારે સવારે 7:45 કલાકે વારીયાના ડેલો ઉપાશ્રય જામનગર ખાતે કાળધર્મ પામ્યા છે. વૈયાવચ્ચમાં પૂ. હંસાજી મ.સ., પૂ. સિદ્ધિજી મ.સ. તેમજ ડૉ. મનીષ મહેતા, સંઘ વગેરે કાર્યરત હતા. બપોરે4:00 કલાકે પાલખીયાત્રા નીકળશે.
જામનગરમાં માતા ધીરજબેન અને પિતા લીલાધર ઠાકરશી વારીયાના ગૃહાંગણે તા.12/03/1944 ના જન્મ ધારણ કરનાર મંજુલાબેને ૩૧માં વર્ષે ગોંડલગચ્છ શિરોમણી પૂ. જશરાજજી મ.સા. ના હસ્તે દીક્ષા અંગીકાર કરેલ.
એમ્બી વેલીમાં બિરાજીત પૂ. શ્રી ધીરગુરુદેવે ગુણાંજલિમાં સંયમ જીવનની અનુમોદના કરેલ.


