Monday, April 6, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં ખાનગી કંપનીની જમીન ઉપર કબ્જો જમાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ

દ્વારકામાં ખાનગી કંપનીની જમીન ઉપર કબ્જો જમાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ

જમીન પર કબ્જો જમાવી મકાન પણ બાંધી લીધું : અવારનવાર સૂચના છતાં જમીન ખાલી ન કરી

દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની 3.34 હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

લેન્ડગ્રેબિંગના બનાવની વિગત મુજબ દ્વારકા તાલુકાના કુરંગા ગામના પબા ખેતા સંધીયા નામના શખ્સ દ્વારા દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીની જગ્યામાં તેનો કોઈ હક્ક હિસ્સો ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કબજો કરી તેના પર કાચું બાંધકામ કરીને અનધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો હતો. આ અંગે અવારનવાર કહેવા છતાં કંપનીની માલિકીની જમીન ઉપર દબાણ ખાલી કર્યું ન હતું.

ત્યારબાદ આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના એ.જી.એમ. વિજયસિંહ સીયારામએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી દ્વારા કુરંગા ગામના નવા સર્વે નંબર 471ની 3-33-87 હેક્ટરની જમીન કે જે કંપનીની માલિકીની હોય, તે જગ્યામાં તેનો કોઈ હક્ક હિસ્સો ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કબજો કરી, તેના પર કાચું બાંધકામ કરીને અનધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

વધુમાં આ ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીએ અહીં તેણે તેના પરિવાર સાથે રહેવા આવી, અવારનવાર કહેવા છતાં કંપનીની માલિકીની જમીન ઉપર દબાણ ખાલી કર્યું ન હતું. જે અંગે દ્વારકા પોલીસે આરોપી પબા ખેતા સંધીયા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ (લેન્ડ ગ્રેબિંગ)ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular