Monday, March 30, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવાનને ધમકી

જામનગરમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવાનને ધમકી

રૂપિયા ચાર લાખના સાત લાખ ચૂકવ્યા છતાં વધુ બે લાખની ઉઘરાણી

જામનગરમાં યુવાને વ્યાજે લીધેલા નાણાંનું વ્યાજ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એક શખ્સ વિરૂઘ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં પટેલ પાર્ક, શેરી નંબર પાંચમાં વસવાટ કરતાં ભાવેશભાઇ નાનજીભાઇ ટાંકએ મિલન હરિશ નાનાણી પાસેથી રૂા. ચાર લાખ વ્યાજે લીધાં હતાં. જેનું આરોપીએ ફરિયાદી પાસેથી 15 ટકા મુજબ વ્યાજ લઇ રૂપિયા ચાર લાખના રૂા. સાત લાખની પઠાણી ઉઘરાણી કરી લીધી હોવા છતાં વધુ રૂપિયા બે લાખની માંગણી કરી હતી. જેથી ફરિયાદી પાસે રૂપિયા ન હોય ફરિયાદ કરવાનું કહેતાં આરોપીએ ફરિયાદીને, “જો ફરિયાદ કરીશ તો, રહેવા નહીં દઉં અને મારીશ.” તેવી ધમકી આપી હતી. આથી આ અંગે ફરિયાદી ભાવેશભાઇ દ્વારા મિલન હરિશ નાનાણી વિરૂદ્ધ સિટી ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન. એમ. ઝાલા દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular