Saturday, March 28, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ બે મિલ્કત સીલ

જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ બે મિલ્કત સીલ

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલ્કત વેરાને લઇ કડક વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મિલ્કત વેરો ન ભરનાર આસામીઓને નોટીસ પાઠવવા છતાં મિલ્કત વેરો ન ભરતા પાણી બંધ કરવા સહિતના કડક પગલા લેવાઇ છે. આ ઉપરાંત મિલ્કત જપ્ત પણ કરવામાં આવે છે. જે અંતર્ગત વેરા રીકવરી ટીમ દ્વારા ટેકસ ઓફીસર હસમુખ પાંડેર, વારસુરભાઇ, અભીજીતસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ, દિપેશ ચુડાસમા, કિરીટભાઇ વાઘેલા, મનસુખ સોનગરા સહિતની ટીમ દ્વારા દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં બે મિલ્કતો સીલ કરવામાં આવી હતી. રૂા.3,75,512ના બાકી વેરા પેટે દરેડ ફેસ-3 પ્લોટ નં.4675 મહાકાલી બ્રાસ તથા રૂા.1,54,623ના બાકી વેરા પેટે દરેડ ફેસ-3, પ્લોટ નં.780/એ મિલ્કત જપ્ત કરાઇ હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular