જામનગરમાં રહેતી પરિણીતા સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફલ્લામાં માવતરે રિસામણે જતી રહી હતી. આ બાબતનું મનમાં લાગી આવતા ગાડીમાં નાખવાનું કુલિંગ વોટર પી જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં સાસરે રહેતી રોશનીબેન પરેશ ચાવડા (ઉ.વ.22) નામની પરિણીતાને લગ્નજીવન દરમ્યાન તેણીના પતિ પરેશ ધનજી ચાવડા, સાસુ ભાનુબેન ધનજી ચાવડા માર્ચ માસમાં રોશનીબેનને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. તેથી પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને યુવતી જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલા તેના માવતરે જતી રહી હતી. દરમ્યાન રવિવારે રાત્રિના સમયે તેના ઘરે કારના એન્જીનમાં નાખવાનું કુલિંગ વોટર પી જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવ અંગેની જાણના આધારે હે.કો. જી. કે. જાડેજા સ્ટાફ સાથે પહોંચી જઇ યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


