જામનગરમાં અગાઉ થયેલી મારામારીનો ખાર રાખી નવ જેટલા શખ્સોએ થાર કારમાં જતાં ત્રણ વ્યક્તિઓની કારને ઠોકર મારી રોડ પરથી નીચે ઉતારી દઇ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી પાઇપ વડે આડેધડ હુમલો કર્યાના બનાવમાં ડીવાયએસપી સહિતનો કાફલો ગત્રાત્રિના સ્થળ પર પહોંચી ગયો હતો અને નવ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

હુમલાના બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતાં અસલમભાઇ કરીમભાઇ ખિલજી નામના ક્ધસ્ટ્રક્શનના વ્યવસાયી સાથે ડિસેમ્બર મહિનામાં અલ્તાફ ગફાર ખફી સાથે થયેલી મારામારી બાદ ફરિયાદ શાહનવાઝે નોંધાવી હતી અને આ ફરિયાદ સંદર્ભે પોલીસે હાલમાં જ અલ્તાફ ખફીની ધરપકડ કરી રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલહવાલે કરવામાં આવ્યો હતો. દરમ્યાન આ ફરિયાદનો ખાર રાખી ગત્રાત્રિના સમયે શાહનવાઝ સમા અને તેના મિત્રો તેની જીજે10 ઇએચ 3130 નંબરની થાર ગાડી લઇને જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સ્વાન સ્વીટ ફેકટરી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી અનવર ઉર્ફે અન્ના ગફાર ખફી, મુખ્તાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, તબરેજ મહેબૂબ ખફી, મોહસિન પચાસિયો, હુશેન મુસા ખફી, હુશેન બોદુ ખફી અને હમિદ જાનમામદ ઉર્ફે રાંજો સહિતના નવ શખ્સોએ જુદી જુદી થાર અને બલેનો ગાડીઓ સાથે શાહનવાઝની થારનો પીછો કર્યો હતો.
View this post on Instagram
રાત્રિના સમયે શાહનવાઝની કારને જોરદાર ઠોકર મારતાં થાર રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી. ત્યારબાદ હુમલો કરવા આવેલા શખ્સોએ રિવોલ્વર અને પાઇપ વડે ધસી આવી શાહનવાઝને થારમાંથી ઉતારી આડેધડ માર માર્યો હતો. તેમજ અસલમને મારી નાખવો છે તેમ કહેતાં શાહનવાઝ ભાગવા જતાં હુમલાખોરોએ રિવોલ્વરમાંથી બે થી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જો કે, સદ્નસીબે ગોળી કોઇને વાગી ન હતી પરંતુ હુમલાખોરોએ શાહનવાઝ સહિતનાઓ ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ થાર કારના કાચ ઉપર ફાયરીંગ કર્યું હતું. આ હુમલામાં શાહનવાઝ, રઉફ ગુલામહુશેન બેલીમ, અસલમ કાદર શેખ, વસીમ હાસમ ખફી નામના ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઘટનાની જાણ થતાં એએસપી પ્રતિભા અને ડીવાયએસપી મીત રૂદલાલ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે હુમલામાં ઘવાયેલા શાહનવાઝના કાકા અસલમ કરીમ ખીલજી દ્વારા તેના ભત્રીજા સહિતનાઓ ઉપર થયેલા હુમલાની ઘટનામાં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ગફાર ખફી સહિતના નવ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


