જામનગર શહેરમાં આંબેડકર બ્રિજ પાસે આવેલ કોમલનગર વિસ્તારમાં સોમવારે સવારના સમયે અકસ્માતે ટ્રકમાં આગ લાગી હતી.

ટ્રકમાં આગને પરીણામે વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. અને આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


