Thursday, March 19, 2026
Homeરાજ્યજામનગરશાપર નજીક એલપીજી ટેન્કર પલટી જતાં હાઇવે ચક્કાજામ - VIDEO

શાપર નજીક એલપીજી ટેન્કર પલટી જતાં હાઇવે ચક્કાજામ – VIDEO

જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામના પાટીયા નજીક એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતા જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

- Advertisement -

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગેસ લીકેજ અથવા અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં હાથ ધર્યા હતા.

અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે કાર્યવાહી હાથ ધરાઈ છે અને વાહન વ્યવહાર ધીમે ધીમે સામાન્ય કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular