Wednesday, March 18, 2026
Homeરાજ્યજામનગરમુખ્યમંત્રી જામનગરને રૂા.41,261 લાખના વિકાસકાર્યોની ભેટ આપશે

મુખ્યમંત્રી જામનગરને રૂા.41,261 લાખના વિકાસકાર્યોની ભેટ આપશે

મુખ્યમંત્રી હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધન કરશે : ટાઉનહોલ ખાતેથી 57 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અગામી તા.19 માર્ચના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે છે. સંભવિત સવારે 10:00 કલાકે એરપોર્ટ ખાતે આગમન બાદ તેઓ હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધન કરશે. ત્યારબાદ ટાઉનહોલ ખાતેથી જામનગર શહેર-જિલ્લાને રૂ.41,261 લાખના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યોની ભેંટ આપશે.

- Advertisement -

હાપા એ.પી.એમ.સી. ખાતે ખેડૂતો માટે રૂ.85 લાખના ખર્ચે એ.સી. કેન્ટીન બનાવવામાં આવ્યું છે. જ્યાં ખેડૂતોને 35 રૂપિયાના નહિવત દરે શુદ્ધ ભોજન મળશે. અને રૂ.65 લાખના ખર્ચે ગેસ્ટહાઉસ બનાવવામાં આવ્યું છે. જેનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટાઉનહોલ ખાતેથી વિકાસના નવા આયામ સ્થાપિત કરતા વિવિધ વિભાગોના કુલ 57 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. આ તમામ કાર્યોમાં કુલ રૂ. 41,261.43 લાખનો ખર્ચ થાય છે. જેમાંથી 28 કામોનું ખાતમુહૂર્ત (રૂ. 15,300.14 લાખ) તથા 29 કામોનું લોકાર્પણ (રૂ. 25,961.29 લાખ) કરવામાં આવશે.

- Advertisement -

રૂ.25,961.29 લાખના ખર્ચે કુલ 29 કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ કામોમાં મુખ્યત્વે પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્તાને ગૌરવપથ-કમ્પલીટ સ્ટ્રીટ તરીકે ડેવલોપ કરવાનું કામ,બબરઝર સરકારી માધ્યમિક શાળા અને કે.ડી.વી.માધ્યમિક શાળા જોડિયા,66 કેવી ફલ્લા, સણોસરા સબ સેન્ટર,નવા ધુનિયા સબ સેન્ટર,ચેલા સબ સેન્ટર,પીપર સબ સેન્ટર, અમૃત 2.0 યોજના હેઠળ 30 MLD ક્ષમતાનો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,પાઈપલાઈન નેટવર્ક, રોડ રી-કાર્પેટીંગના કામોનો સમાવેશ થાય છે.

રૂ.15,300.14 લાખના ખર્ચે 28 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
આ કામોમાં મુખ્યત્વે અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે આવેલ પ્લોટમાં ઓક્સીજન પાર્ક બનાવવાનું કામ, શહેરમાં વિવિધ વોર્ડમાં સી.સી. રોડનું નિર્માણ, આર.સી.સી. બોક્સ કેનાલ નિર્માણ, મેટલ રોડ અને રોડ સાઈડ ડેવલોપમેન્ટ કાર્યો, જામનગર શહેરમાં સ્ટેટ કલીન એર પ્રોગ્રામ અન્વયે જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધીના રોડના રોડ સાઈડ ડેવલોપમેન્ટ તેમજ જ્ઞાનશક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તેમજ બેડી ગેઈટ જકંશન સર્કલ ડેવલોપ કરવાનું કામ, ગુલાબનગર ખાતે ઓદ્યોગિક તાલીમ સંસ્થાનું નવીન બાંધકામ, નગર પ્રાથિમક શાળા નં-55ના બિલ્ડીંગનું ખાતમુહુર્ત, બ્રીજ બનાવવાના કામો, રીડેવલપમેન્ટ નીતિ-2016 અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોની ખાતે આવેલ 372 જર્જરિત મકાનોના પુન: નિર્માણની કામગીરીના કામોનો સમાવેશ થાય છે.

- Advertisement -

અંબા વિજય સોસાયટી, વી માર્ટ પાસે રૂ.144.85 લાખના ખર્ચે થીમ આધરિત ઓક્સીજન પાર્કનું નિર્માણ
જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા 16066 ચો.મી. જગ્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને લોકાપયોગી ઓકસીજન પાર્ક બનાવવાના હેતુસ2 આપવામા આવેલ છે. અહી આશરે 100થી વધુ વક્ષો આવેલા છે. જેને નુકશાન પહોચાડ્યા વગર આ પાર્કમા ‘યોગીક ચક્રની થીમ’ આધારિત વોકિંગ ટ્રેક વાળા પાર્કનુ ડેવલોપમેન્ટ કરવામાં આવશે

પાર્કની વિશેષતાઓમાં સાત યોગીક ચક્રો જે ભારતીય યોગશાસ્ત્ર દ્વારા પ્રચલિત થયેલ છે. જેમા દરેક ચક્રોના પોતાના સુચિત રગો હોય છે. જેનુ નીરૂપણ આ પાર્કમા ક2વામા આવશે. ઓકસીજન પાર્ક બનાવવા હેતુસર આ પાર્કમા ‘ઈ-4’ કેટેગરીના વૃક્ષોનુ વાવેત2 ક2વામા આવશે. ‘ઈ-4’ પ્રકારના વૃક્ષો વધુ કાર્યક્ષમ રીતે કાર્બન ડાયોકસાઈડ શોષવા અને ઓક્સિજનનું ઉત્સર્જન વધારે પ્રમાણમા કરે છે, જેના કારણે શહેરી પ્રદુષણ ઘટાડવામા મહત્વપુર્ણ ફાળો આપે છે.

પાર્કના મુખ્ય ફાયદાઓ

નાગરીકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવ2ણ આપવુ. શહેરમા જૈવિક વિવિધતા વધારવી, શહેરમા કાર્બન ઉત્સર્જન ઘટાડવુ, હવાની ગુણવતામા સુધારો લાવવો,પાર્કના યોગીક ચક્ર આધારીત ભારતીય યોગને ઉતેજન આપવુ અને લોકોને ‘યોગીક ચક્રો’ બાબતે જાગૃત ક2વા, પાર્કની આરોગ્યપ્રદ સુવિધાઓથી શહેરીજનોને સ્વાસ્થય સબંધિત લાભોમા વધારો થશે, વધુમાં પાર્ક ફ2તે કમ્પાઉન્ડ વોલ, એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ, પાર્કીંગ, પીવાના પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવશે. શહેરીજનોને ચાલવા માટે વોક વે તથા બેસવા માટે બેન્ચીસ અને પ્રતિ સાથે જોડાણ માટેનુ માળખુ તૈયા2 ક2વામા આવશે. વ2સાદી પાણી સંચય તથા ડ્રીપ ઈરીગેશનની વ્યવસ્થાઓ.આ ઓકસીજન પાર્કએ માત્ર એક બગીચો જ નહી શહે2ના હરીત ભવિષ્ય તરફનું એક સશકત પગલુ બનશે.

રૂ.981 લાખના ખર્ચે ગુલાબનગર ખાતે આઈ.ટી.આઈનું બિલ્ડીંગ બનશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગુલાબનગર ખાતે હાલમાં કુલ-04 ટ્રેડમાં 12 બેચ કાર્યરત છે. જેની કુલ-264 મંજૂર બેઠકો ઉપર 123 તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. રૂ.981 લાખના ખર્ચે નવું મકાન ઉપલબ્ધ થતાં સંસ્થા ખાતે 09 ક્લાસરૂમ, 14 વર્કશોપ અને ઓડિયો-વિઝ્યુઅલ રૂમ, પ્લેસમેન્ટ કાઉન્સેલિંગ રૂમ, આઈ.ટી. લેબ, લાઇબ્રેરી અને કેન્ટીન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

સંસ્થા ખાતે હાલ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટંટ, વાયરમેન, ફિટર, મિકેનિક ડિઝલ જેવા ટ્રેડ કાર્યરત છે તેમજ ઔદ્યોગિક એકમોની જરૂરિયાત મુજબ નવું મકાન ઉપલબ્ધ થયેથી ભવિષ્યમાં ઇલેક્ટ્રીશિયન, વેલ્ડર, સોલાર ટેકનીશીયન જેવા નવા ટ્રેડ શરૂ કરવાનું તથા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટંટ તથા વાયરમેન ટ્રેડમાં બેઠકો વધારવાનું આયોજન છે. જે ધ્યાને લેતાં ભવિષ્યમાં જામનગર જિલ્લા તથા આસપાસના વિસ્તારના 350 થી વધારે ભાઈઓ-બહેનોને તાલીમનો તથા સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળશે.

આ વિકાસકાર્યો દ્વારા જામનગર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં આધુનિક સુવિધાઓમાં વધારો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular