સ્વ. હેમતભાઇ રામભાઇ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વમાં જોડિયા ખાતે બોર્ડના પરિક્ષાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દરરોજ પરિક્ષાર્થીઓ, વાલીઓ સહિત 500 થી વધુ લોકોએ લાભ લીધો હતો.

જોડીયા તાલુકામાં બોર્ડના વિધાર્થીઓ માટે ભોજન અંગેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સને 2010 થી સતત જોડીયા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ તા. 26-02-2026 થી શરૂ થયેલ ધો. 10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા સમયે જોડીયાના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓ, વાલીઓ, પરીક્ષાર્થીઓના વાહન ચાલકો, પરીક્ષા વ્યવસ્થાના તમામ શાળાઓના શૈક્ષણિક સ્ટાફ સહિત દરરોજ 500 થી વધુ લોકો માટેની ભોજન વ્યવસ્થા તા. 26-02-2026 થી પરિક્ષાર્થીઓના પેપરના દિવસોમાં લોહાણા મહાજન વાડી-જોડીયા ખાતે ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ પૂનમબેન માડમના સૌજન્યથી ભોજનની વ્યવસ્થા ક2વામાં આવે છે.
તા. 18ના છેલ્લા પેપરના દિવસે બપોરના આ ભોજન વ્યવસ્થા સમાપન પ્રસંગે સાંસદ અને ટ્રસ્ટના પ્રમુખ પૂનમબેન માડમ નવી દિલ્હી ખાતે બજેટ સત્રમાં હોવાથી જામનગરથી ટ્રસ્ટ પરિવારના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનોમાં ધરમશીભાઈ ચનીયારા-પૂર્વ પ્રમુખ જીલ્લા પંચાયત, ચંદ્રીકાબેન અઘેરા-પૂર્વ કારોબારી ચેરમેન અને જેઠાભાઈ અઘેરા, ભરતભાઈ દલસાણિયા-જીલ્લા ભાજપ મહામંત્રી, જયસુખભાઈ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ જોડિયા, હુન્નર શાળા જોડિયાના ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરીયા અને પુનીતભાઈ શેઠ, તાલુકા પંચાયતના સદસ્યો, જોડીયા સરપંચ બાવલાભાઈ તેમજ આજુબાજુના ગામોના સરપંચો, પ2ીક્ષાર્થીઓ, વાલીગણ અને બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહયા હતા.


