Wednesday, March 18, 2026
Homeરાજ્યજામનગરજામનગર ગોકુલનગરમાં સ્થાનિકોને પાણીના વલખા - VIDEO

જામનગર ગોકુલનગરમાં સ્થાનિકોને પાણીના વલખા – VIDEO

જે લોકોએ ટેકસ ભર્યો તેના પણ નળ કનેકશન કપાતા લોકો પરેશાન

જામનગરના ગોકુલનગરમાં તંત્ર દ્વારા બાકી મિલ્કત વેરાને લઇ નળ જોડાણ બંધ કરી દેવામાં આવતા જે લોકોએ ટેકસ ભર્યો છે તેના પણ નળ કનેકશન બંધ થઇ જતાં સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે જેને લઇ લોકોના ટોળા એકઠા થઇ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાતની કડક ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત બાકી વેરો હોય આવા વિસ્તારોમાં આસામીઓના નળ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતાં ત્યારે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પણ તંત્ર દ્વારા મિલ્કત વેરો ન ભરનાર આસામીઓના નળ જોડાણ બંધ કરવામાં આવ્યા હતાં. બે દિવસમાં 16 સોસાયટીના રહીશોને પાણીની લાઇનો બંધ કરવામાં આવી છે. તેવામાં કેટલાક લોકોએ ટેકસ ભર્યો હોવા છતાં તેમના પણ નળ કનેકશન કપાતા રહેવાસીઓ પરેશાન થયા હતાં. 30 ટકા લોકો કોર્પોરેશનનો ટેકસ ભર્યો હોવા છતાં પાણીથી વંચીત રહેતા ટોળુ વિરોધ પ્રદર્શન ઉપર ઉતર્યુ હતું. આ અંગે પૂર્વ કોર્પોરેટર આનંદ રાઠોડને પણ રજૂઆત કરી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular