જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતી મુસ્લિમ મહિલાએ તેણીના ઘરે અગમ્ય કારણોસર બાથરૂમમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ભીમવાસ-2માં આવેલા મેઇન ચોકમાં રહેતા સખીનાબેન અશરફભાઇ ગેરા (ઉ.વ.40) નામની મહિલાએ રવિવારે સાંજના સમયે તેણીના ઘરે આવેલા બાથરૂમમાં રહેલી એંગલમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ થઇ ગઇ હતી. ત્યારબાદ 108ની ટીમએ તપાસતા મહિલાનું મોત નિપજયાનું જાહેર કરાયું હતું. આ અંગેની કુલસુમબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ. સી. કેશવાલા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા સહિતની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


