Tuesday, March 10, 2026
Homeરાજ્યજામનગરSHE ટીમ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોની વંદના... - VIDEO

SHE ટીમ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોની વંદના… – VIDEO

જામનગરના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ની ‘SHE ટીમ’ દ્વારા લીમડા લાઇન વિસ્તારમાં આવેલી શ્રી આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. 55 વડીલો અને મૂકબધિર બાળાઓ સાથે મહિલા સુરક્ષાકર્મીઓએ કેક કટીંગ કરી શક્તિ વંદનાનું અનોખું ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું.

- Advertisement -

સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની સી. ટિમ ના મહિલા પી.એસ.આઈ. મયુરીબેન મહેતા અને સમગ્ર ટીમ દ્વારા બાળાઓને વિશેષ રૂપે રમતો રમાડવામાં આવી હતી, અને તેઓના ઉત્સાહમાં વધારો કરાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular