જામનગર તાલુકાના હાપા ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં આવેલી મસાલાની ફેકટરીના ખુલ્લા પટમાં પડેલા સૂકા મરચાંના જથ્થામાં એકાએક આગ લાગતાં ફાયર ટીમએ આગને કાબૂમાં લીધી હતી.

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં આવેલી મધુસુદન મસાલા નામની ફેકટરીના ખુલ્લા પટાંગણમાં સૂકાવવા માટે મૂકેલા મરચાંના જથ્થામાં એકાએક આગ લાગી હતી. આ મરચાંના વિશાળ જથ્થામાં આગ વિકરાળ બની ગઇ હતી. જેના કારણે મરચાંની ધાસ ઉડતાં લોકોને હેરાનગતિ થવા પામી હતી. દરમ્યાન આગની જાણના આધારે જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગને કાબૂમાં લેવા માટે ત્રણ ટેન્કરની મદદ લીધી હતી. જો કે, સદ્નસીબે આ આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
View this post on Instagram


