Saturday, March 7, 2026
Homeરાજ્યજામનગરરોટરી છોટીકાશી દ્વારા રકતદાન શિબીર યોજાઇ - VIDEO

રોટરી છોટીકાશી દ્વારા રકતદાન શિબીર યોજાઇ – VIDEO

325થી વધુ યુનીટ રકત એકત્રીત થયું

રોટરી છોટીકાશી દ્વારા સેવાકાર્યના ભાગરૂપે રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 325થી વધુ યુનીટ રકત એકત્ર થયું હતું.

- Advertisement -

જામનગરના કનસુમરા દરેડ ઔદ્યોગીક વિસ્તારમાં રોટરી છોટીકાશી દ્વારા તા.1ના રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાવીર સર્કલ પાસે આવેલા બીએમઆઇ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કોમ્યુનીટી હોલમાં આ રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ઔદ્યોગીક જગતના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી રકતદાન કર્યુ હતું. આ કેમ્પમાં 325થી વધુ યુનીટ રકત એકત્રીત થયું હતું. આ સેવા કાર્યક્રમને સફળ બનાવવા માટે કનસુમરા દરેડ ઇન્ડસ્ટ્રીઝ અને જીઆઇડીસી ફેસ-2-3 એસોસીએશન દ્વારા સહકાર અપાયો હતો જે બદલ રોટરી છોટીકાશીએ તેમનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular