Friday, March 6, 2026
Homeરાજ્યજામનગરમાતા-પિતાના ઝઘડાથી કંટાળી પુત્રની આત્મહત્યાથી અરેરાટી

માતા-પિતાના ઝઘડાથી કંટાળી પુત્રની આત્મહત્યાથી અરેરાટી

અવાર નવાર નાની-નાની બાબતોમાં માતા-પિતાનો ઝઘડો : મનમાં લાગી આવતા 20 વર્ષીય પુત્રની આત્મહત્યા : ગળેટુંપો ખાઇ જીંદગી ટુંકાવી

જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા યુવકના માતા-પિતા નાની નાની બાબતમાં ઝઘડતા હોવાનું મનમાં લાગી આવતા વિદ્યાર્થી યુવકે તેના ઘરે પંખામાં ચુંદડી વડે ગળેફાંસો આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં ઘઉંના ગોડાઉન પાસે રહેતા અને અભ્યાસ કરતા કનૈયા હેમરાજભાઇ ગેડા (ઉ.વ.20) નામના યુવકના માતા-પિતા અવાર નવાર નાની નાની બાબતોમાં ઝઘડો કરતા હતાં. માતા-પિતા દ્વારા થતાં ઝઘડાનું મનમાં લાગી આવતા વિદ્યાર્થી યુવકે બુધવારે સાંજના સમયે તેના ઘરે રૂમના પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરૂવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઇ વનરાજ દ્વારા જાણ કરાતા એએસઆઇ એચ.બી. પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular