જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં યુવાનએ પ્લાસ્ટીકનું ટેબલ ડ્રોઅર ઓનલાઇન મંગાવ્યાના ઓર્ડરમાં મોબાઇલધારકએ ઓર્ડર કેન્સલ થયાના બહાને ઓટીપી લઇ યુવાનના ખાતામાંથી રૂા. 2.24 લાખ ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગરમાં શંકર ટેકરી, નવી નિશાળ પાછળના વિસ્તારમાં રહેતાં કિશનભાઇ અમૃતલાલ ગોંડલિયા (ઉ.વ.29) નામના મજુરીકામ કરતાં યુવાને તેના ઘર માટે પ્લાસ્ટીક ટેબલનું ડ્રોઅર લેવા માટે મિસો એપ્લીકેશનમાં ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર મુજબ ડ્રોઅર ન આવતાં યુવાનએ 89 27 43 92 09 નંબરધારક કૃણાલકુમાર નામક વ્યક્તિને ફોન કરી ઓર્ડર મુજબ ડ્રોઅર ન આવતાં પૂછપરછ કરી હતી. જેથી કુનાલએ ઓર્ડર કેન્સલ થયો છે. ઓટીપી આપવો પડશે તેમ કહી કિશનભાઇ પાસેથી ઓટીપી મેળવી ફોન પે એપ્લીકેશનમાં 8472028098-2@nyes નામની આઇડી બનાવી કિશનકુમારના બેન્ક ઓફ બરોડા, હવાઇ ચોક શાખાના ખાતા નંબર 7167013019662 બેન્ક ખાતામાંથી ગત્ તા. 07 થી 09 જાન્યુઆરી સુધીના સમય દરમ્યાન રૂા. 2,24,627ની રકમ ઓનલાઇન ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. આ અંગે કિશનકુમાર દ્વારા જાણ કરાતા પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


