Thursday, March 5, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પોલીસવડા પણ ધુળેટીના રંગે રંગાયા - VIDEO

જામનગર જિલ્લા પોલીસવડા પણ ધુળેટીના રંગે રંગાયા – VIDEO

જામનગર શહેરમાં ગઇકાલે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ મનભરીને રંગોત્સવ મનાવ્યો હતો. ત્યારે શહેરીજનોની સાથે સાથે જામનગર જિલ્લા પોલીસ પરિવાર પણ ધુળટીના રંગે રંગાયો હતો. પોલીસ દ્વારા શહેરીજનો શાંતીપૂર્ણ રીતે તહેવાર માણી શકે તે માટે બંદોબસ્ત ગોઠવવાની સાથે સાથે ધુળેટી પર્વની પણ પરીવાર સાથે ઉજવણી કરી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં આવેલ પોલીસ હેડકવાર્ટર ખાતે જામનગર જિલ્લા પોલીસ વડા રવીમોહન સૈની દ્વારા પોલીસ પરિવાર સાથે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરી હતી. શહેર વિભાગના ડીવાયએસપી, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી ઉપરાંત એલસીબી, એસઓજી, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા પોલીસ પરીવાર દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધુળેટી પર્વને લઇ પોલીસ હેડકવાર્ટરમાં પણ ઉત્સાહભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular