Tuesday, March 3, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક પુરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ

ખંભાળિયા નજીક પુરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સામોર ગામના પાટિયા પાસે રવિવારે પુરઝડપે અને બેફિકરાઇથી આવી રહેલા વાહનચાલકે પ્રૌઢને હડફેટે લઇ અકસ્મત સર્જતા માથા તથા શરીરે ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા હરીશભાઈ સોલંકી નામના પ્રૌઢને રોડ ક્રોસ કરતી વખતે અડફેટે લેતા તેમને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

અજાણ્યો વાહન ચાલક આ અકસ્માત સર્જીને દ્વારકા તરફ નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભત્રીજા વાઘાભાઈ નવીનભાઈ સોલંકીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular