Sunday, March 1, 2026
Homeરાજ્યજામનગરઆરાધનાધામ પાસે દેવભૂમિ દ્વારકા પોલીસનો અનોખો સેવા કેમ્પ : રોકે તો દંડ...

આરાધનાધામ પાસે દેવભૂમિ દ્વારકા પોલીસનો અનોખો સેવા કેમ્પ : રોકે તો દંડ નહીં, ભાવથી ભોજન – VIDEO

જામનગર – દ્વારકા હાઈવે પર હાલ પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલા હજારો યાત્રાળુઓ દ્વારકાધામ તરફ આગળ વધી રહ્યા છે. રસ્તામાં વિવિધ સેવા કેમ્પો પદયાત્રીઓને સહારો આપી રહ્યા છે, પરંતુ આરાધનાધામ પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ દ્વારા ચલાવવામાં આવતો સેવા કેમ્પ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

- Advertisement -

આ કેમ્પમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે. અહીં ભોજન, નાસ્તો, પીવાના પાણીની સુવિધા, આરામ માટેની વ્યવસ્થા અને પ્રાથમિક સારવાર સહિતની તમામ જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પોલીસ કર્મચારીઓ પોતે સેવા ભાવથી યાત્રાળુઓને સહાય કરી રહ્યા છે, જેનાથી ભક્તોમાં ખુશી અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

સામાન્ય દિવસોમાં રસ્તા પર પોલીસ રોકે તો લોકોમાં દંડ કે ટ્રાફિક નિયમોની કાર્યવાહીનો વિચાર આવે, પરંતુ અહીં દ્રશ્ય બિલકુલ અલગ છે. આરાધનાધામ પાસે પોલીસ જ્યારે પદયાત્રીઓને રોકે છે, ત્યારે દંડ નહીં પરંતુ પ્રેમથી ભોજન વ્યવસ્થા કરી સેવા કરે છે, નાસ્તો કરાવે છે અને આરામ માટે આમંત્રિત કરે છે.

આ માનવતાભરી કામગીરીને લઈને યાત્રાળુઓ પોલીસ વિભાગની ખુલ્લા દિલથી પ્રશંસા કરી રહ્યા છે. ભક્તિ અને સેવાનો સુમેળ સર્જતો આ સેવા કેમ્પ પદયાત્રીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular