Friday, February 27, 2026
Homeરાજ્યજામનગરજામનગરની દિકરી માનસી ધારવીયાની સિદ્ધિ એક જ વર્ષમાં PSI સહિત 4 સરકારી...

જામનગરની દિકરી માનસી ધારવીયાની સિદ્ધિ એક જ વર્ષમાં PSI સહિત 4 સરકારી પરીક્ષાઓ પાસ કરી

જિલ્લા માહિતી કચેરીના સિનિયર ક્લાર્કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની પરિવાર અને શહેરનું ગૌરવ વધાર્યું

જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા માનસી ધારવીયાએ તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પીએસઆઇની પરીક્ષા પાસ કરી પોતાના પરિવાર અને સમાજની સાથે જામનગરનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સફળતા એટલે પણ વિશેષ છે કારણ કે છેલ્લા માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં તેઓએ પોતાની પ્રતિભા પુરવાર કરતા લેબ ટેકનીસીયન, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હવે પીએસઆઇ એમ કુલ ચાર મહત્વની સરકારી પરીક્ષાઓ પાસ કરી છે. નોકરીની જવાબદારીઓ સાથે સતત મહેનત ચાલુ રાખીને મેળવેલી આ શ્રેષ્ઠ સિદ્ધિ બદલ સતવારા સમાજ, પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ દ્વારા તેમના પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular