Friday, February 27, 2026
Homeરાજ્યજામનગરજામનગર અને ભાવનગર પોસ્ટઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી - VIDEO

જામનગર અને ભાવનગર પોસ્ટઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી – VIDEO

રાજકોટ પોલીસને ફેક્સ દ્વારા મળી ધમકી : જામનગરની સાથે સાથે ભાવનગરમાં પણ ધમકી : બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતની પોલીસ ટૂકડીઓ સ્થળ પર : સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવાઇ : સ્કવોડ દ્વારા ખૂણેખૂણો તપાસવાની કામગીરી

જામનગર સહિત સમગ્ર દેશભરમાં જુદા જુદા સરકારી વિભાગની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. સુરક્ષાની દ્રષ્ટિએ આવી ધમકી મળ્યા બાદ પોલીસ અને વહીવટી તંત્ર એકશનમાં આવી જાય છે. આવી જ એક ધમકી જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી રાજકોટ પોલીસને ફેક્સ દ્વારા મળી હતી. જેના પગલે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે.

- Advertisement -

આ અંગે મળતી વિગત મુજબ જામનગર શહેરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ હોવાની જાણ રાજકોટ પોલીસ વિભાગને ફેક્સ દ્વારા મળતા તેણે જામનગર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેના પગલે જામનગર પોલીસતંત્ર દોડતું થયું હતું. ધમકીની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પોસ્ટઓફિસના વિસ્તારને સુરક્ષાકવચ બનાવી વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, 108 ઇમરજન્સી, એલસીબી, એસઓજી, સિટી ‘એ’ ડિવિઝન સહિતની જુદી જુદી પોલીસની ટીમો દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે. જો કે, મોટાભાગની આવી ધમકીઓમાં કોઇ હુમલાઓ થતાં નથી હોતા. પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ અને સુરક્ષાતંત્ર એકશનમાં આવી જાય છે. પોલીસ દ્વારા પોસ્ટઓફિસ તથા આજુબાજુના વિસ્તારની ખૂણેખૂણાની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત કોઇ શંકાસ્પદ ચીજ વસ્તુઓ હાથ લાગી ન હતી. ધમકીના પગલે પોલીસતંત્ર હાઇએલર્ટ સ્થિતિમાં આવી ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular