પશ્ચિમ રેલવે દ્વારા રેલ સુરક્ષા અને સંચાલન ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરતા, રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર-લાખાબાવળ (10 કિમી) સેક્શન વચ્ચે નવનિર્મિત અપ મેઈન લાઈન અને ડાઉન મેઈન લાઈનનું સુરક્ષા નિરીક્ષણ આજરોજ રેલ સેફ્ટી કમિશનર (Commissioner of Railway Safety) દ્વારા કરવામાં આવ્યું હતું.
નિરીક્ષણ દરમિયાન નવી રેલ લાઈનોની સુરક્ષા, સ્થિરતા અને ટેકનિકલ માપદંડોની ચકાસણી કરવા માટે બંને અપ અને ડાઉન લાઈનો પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ લેવામાં આવી હતી.
View this post on Instagram


