જામનગર શહેરમાં આવેલા બર્ધનચોક વિસ્તારમાં રેંકડી રાખવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બે શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ટીટોડી વાડી વિસ્તારમાં રહેતો સમીર અજીજભાઇ સમા નામના યુવાનને કાદર સત્તાર મુલ્લા અને તેના ભાઇ સાથે રેંકડી રાખવાની બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ સમીર અને તેનો ભાઇ મામદ બન્ને કાદરને સમજાવવા ગયા હતા. તે દરમ્યાન કારદ અને અબ્દુલ ઉર્ફે છોટુ મુલ્લા નામના બે શખ્સોએ ગાળાગાળી કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ એચ. આર. બાબરિયાએ સ્ટાફ સાથે જઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


