Saturday, February 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ઓલા ઈલેક્ટ્રીક સર્વિસ સ્ટેશન પર હંગામો - VIDEO

જામનગરમાં ઓલા ઈલેક્ટ્રીક સર્વિસ સ્ટેશન પર હંગામો – VIDEO

જામનગર શહેરમાં ઓલા ઈલેક્ટ્રીક બાઈકના સર્વિસ સ્ટેશન ખાતે બબાલની ઘટના સામે આવી છે.

- Advertisement -

માહિતી અનુસાર, કેટલાક ઓલા ઈલેક્ટ્રીક બાઈક ચાલકો સર્વિસ અને ફરિયાદોના નિરાકરણ અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા. યોગ્ય સર્વિસ ન મળતા અને સંતોષકારક જવાબ ન મળતા પરિસ્થિતિ તંગ બની હતી.

આ દરમિયાન બે શખ્સોએ ગુસ્સામાં આવી સર્વિસ સ્ટેશન પર ધમાલ મચાવી અને તોડફોડ કરી હતી. ઘટનાના પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

- Advertisement -

પરિસ્થિતિ બેકાબુ બનતા સર્વિસ સ્ટેશનના સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી બંન્ને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઓલા ઈલેક્ટ્રીક બાઈક ના સર્વિસ સ્ટેશનમાં સર્વિસ ના મળતી હોવાની વારંવાર ફરિયાદો સામે આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular