જામનગર–ખંભાળિયા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગર નજીક એરપોર્ટ રોડ પાસે હાઇવે પર ટેન્કર અને પીકઅપ વાહન વચ્ચે ટક્કર થતા પીકઅપ પલટી ગયું
માહિતી મુજબ, કોલ્ડ્રિંકની બોટલોથી ભરેલું પીકઅપ વાહન પલટી જતા હાઇવે પર કાચના ટુકડા વિખેરાઈ ગયા હતા. જેના કારણે રસ્તા પર વાહન વ્યવહાર ધીમો પડી ગયો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
View this post on Instagram
ઘટનાની જાણ થતા પોલીસની ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને રસ્તો ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.
સદનસીબે કોઈ મોટી જાનહાનીના અહેવાલ નથી, પરંતુ અકસ્માતને કારણે થોડો સમય હાઇવે પર અવરજવર પ્રભાવિત રહી હતી.


