જામનગર શહેરના પાંચ હાટડી વિસ્તારમાં યુવાન ઉપર આઠ અજાણ્યા શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી પાઇપ અને ધોકા વડે ઘાતક હુમલો કરતાં યુવાનને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં પોલીસે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગરમાં આવેલી હર્ષદ મીલની ચાલી, રૂમ નંબર 23માં રહેતો ઓસમાણ મુસાભાઇ ખફી નામના યુવાન ઉપર ગત્રાત્રિના સમયે પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી રેહાન ઇકબાલ બેલીમ, સદ્ામ ઉર્ફે ઇંડો શેખ, રઉફ ગુલામ બેલીમ, શાહનવાઝ મહમદ હનિફ ખીલજી, શાકીર રફિક ખીલજી, મહંમદ અખ્તર પંજા, અસ્લમ ઉર્ફે અસલો કાદર શેખ, સદ્ામ હનિફ પંજા નામના આઠ શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઇપ, છરી જેવા હથિયારો સાથે ઘાતક હુમલો કર્યો હતો અને યુવાન ઉપર હુમલો કરી તેનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. તેમજ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
View this post on Instagram
બનાવની જાણના આધારે પીઆઇ નિકુલસિંહ ચાવડા તથા પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી અને પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તથા પાંચ હાટડી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી પરિસ્થિતિ વધુ ન વણસે. જૂની અદાવતનો ખાર રાખી કરાયેલા હુમલાના બનાવમાં પોલીસે ઓસમાણના નિવેદનના આધારે પોલીસે આઠ શખ્સો સામે રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી હતી.


