Saturday, February 21, 2026
Homeસમાચારરાષ્ટ્રીયFastag ના નિયમોમાં થશે ફેરફાર! એક એપ્રિલ 2026થી નેશનલ હાઇવે પર નહીં...

Fastag ના નિયમોમાં થશે ફેરફાર! એક એપ્રિલ 2026થી નેશનલ હાઇવે પર નહીં ચાલે રોકડ?

હાઈવે પર ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર બંધ થશે. સરકાર 1 April 2026 થી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. જાણો FASTag અને UPI પેમેન્ટ ફરજિયાત થવાથી શું બદલાશે?…

- Advertisement -

ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ વિચારાધીન નિર્ણય મુજબ, હવે દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ (Cash) વ્યવહારોને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. 1 April 2026 થી NHAI દેશભરના નેશનલ હાઈવે પર શત પ્રતિશત કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન કરી રહી છે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ નાકા પર થતી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા અને ડિજિટલ ઇન્ડિયાને વધુ મજબૂત બનાવવાનો છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI) આગામી 1 એપ્રિલ 2026 થી ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણીની સુવિધા સંપૂર્ણપણે બંધ કરવા પર વિચાર કરી રહી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશભરમાં સંપૂર્ણ ડિજિટલ ટોલિંગ સિસ્ટમ વિકસાવવાનો છે.

કેમ લેવાયો આ નિર્ણય?

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ફેરફારથી ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈનો અને જામની સમસ્યા ઘટશે, ડિજિટલ લેવડદેવડથી ટોલ વસૂલાતમાં વધુ પારદર્શિતા અને ચોકસાઈ આવશે અને ટોલ પ્લાઝાના સંચાલનની કાર્યક્ષમતા વધશે અને મુસાફરો માટે ‘ઈઝ ઓફ કમ્યુટિંગ’ એટલે કે મુસાફરી વધુ સરળ બનશે.
વર્તમાન નિયમો અને દંડ
અત્યારે રોકડ ચૂકવણી પર આકરા નિયમો અમલમાં છે:
• જો કોઈ વાહન પર માન્ય FASTag ન હોય અને તે રોકડમાં ચૂકવણી કરે, તો તેની પાસેથી નિર્ધારિત ટોલ ફી કરતા બમણો (2 ગણો) ચાર્જ વસૂલવામાં આવે છે.
• જો કોઈ મુસાફર UPI દ્વારા ટોલ ચૂકવે છે, તો તેની પાસેથી વાહનની શ્રેણી મુજબ માત્ર 1.25 ગણો ચાર્જ લેવામાં આવે છે.

- Advertisement -
FASTag અને UPI ની સફળતા

NHAI ના જણાવ્યા અનુસાર, દેશમાં FASTag નો વપરાશ 98 ટકાથી વધુ થઈ ગયો છે. જેના કારણે ટોલ પ્લાઝા પર કોન્ટેક્ટલેસ મુસાફરી શક્ય બની છે. સાથે જ, UPI ની સુવિધા શરૂ થવાથી ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ વધુ લોકપ્રિય બન્યો છે.

FASTag એન્યુઅલ પાસની ધૂમ

મુસાફરોમાં FASTag Annual Pass ની લોકપ્રિયતા પણ વધી છે. લોન્ચિંગના માત્ર છ મહિનામાં જ 50 લાખથી વધુ યુઝર્સ આ પાસ સાથે જોડાયા છે. ₹3000 ના વન-ટાઈમ પેમેન્ટ પર આ પાસ એક વર્ષ અથવા 200 ટોલ પ્લાઝા ક્રોસિંગ સુધી વારંવાર રિચાર્જ કરવાની કડાકૂટમાંથી મુક્તિ આપે છે.

- Advertisement -
ડિજિટલ ચુકવણીથી મુસાફરી બનશે વધુ સરળ

હાલમાં દેશમાં 98% થી વધુ વાહનોમાં RFID enabled FASTag ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી ટોલ વસૂલાતની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર આવ્યો છે.
સરકારના જણાવ્યા મુજબ, નવા નિયમો લાગુ થયા બાદ:
• લેન કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે.
• ટોલ નાકા પર રાહ જોવાનો સમય (Waiting Time) ઘટશે.
• દરેક વ્યવહારમાં પારદર્શિતા આવશે.
• દેશભરના 1,150 થી વધુ ટોલ પ્લાઝા પર ટ્રાફિક મેનેજમેન્ટ શ્રેષ્ઠ બનશે.

UPI અને FASTag: હવે તમારી પાસે હશે આ વિકલ્પો

નવા નિયમો મુજબ, જે વાહનચાલકો પાસે FASTag માં બેલેન્સ નહીં હોય અથવા ટેકનિકલ સમસ્યા હશે, તેમણે UPI (Unified Payments Interface) દ્વારા તાત્કાલિક ડિજિટલ ચુકવણી કરવાની રહેશે. આ સુવિધાને કારણે મુસાફરોને સીમલેસ અને કોન્ટેક્ટલેસ મુસાફરીનો અનુભવ મળશે. મંત્રાલય દ્વારા જારી કરાયેલ પ્રકાશન અનુસાર, આ પગલું ‘મુસાફરીની સરળતા’ (Ease of Travel) ને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યું છે.

જો તમે હજુ પણ તમારા વાહન પર FASTag નથી લગાવ્યું અથવા UPI નો ઉપયોગ નથી કરતા, તો 1 April 2026 પહેલા આ તૈયારી કરી લેવી અનિવાર્ય છે. અન્યથા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરતી વખતે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular