Monday, February 16, 2026
Homeરાજ્યજામનગરનવા બ્રીજ પર બાઇક દીવાલ સાથે અથડાતા આશાસ્પદ યુવકનું મોત

નવા બ્રીજ પર બાઇક દીવાલ સાથે અથડાતા આશાસ્પદ યુવકનું મોત

મદ્યરાત્રિના સમયે ફુલસ્પીડમાં બાઇક દીવાલ સાથે અથડાયું : માથામાં ગંભીર ઇજા પહોંચી : 108 દ્વારા જી. જી. હોસ્પિટલ ખસેડાયો : સારવાર મળે તે પહેલાં મોત

જામનગર શહેરના વુલન મિલ, ખેતીવાડી વિસ્તારમાં રહેતો યુવક તેના ઘરેથી ગુલાબનગર તરફ અંબર ચોકડીથી વિક્ટોરિયા પુલ સુધીના નવા પુલ પર ફુલ સ્પીડમાં બાઇક પર જતો હતો ત્યારે ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે પુલની ઉપરના ભાગે આવેલી દીવાલ સાથે અથડાતા નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના વુલન મિલ વિસ્તારમાં આવેલા ખેતીવાડી સામે શેરી નંબર આઠમાં રહેતો દિનેશ વેલજીભાઇ રાઠોડ (ઉ.વ.21) નામનો યુવક રવિવારની મદ્યરાત્રિના સમયે તેના જીજે10 સીએચ 6675 નંબરના બાઇક પર ગુલાબનગર તરફ અંબર ચોકડીથી વિકટોરિયા પુલ સુધીના નવા બ્રિજ પર ફૂલસ્પીડમાં જતો હતો ત્યારે ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે નવા પુલની ડાબી બાજુ આવેલી આરસીસીની દીવાલ સાથે બાઇક અથડાતાં યુવકને માથામાં તા શરીરે ગંભીર ઇજા પહોંચતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા વેલજીભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular