Friday, February 13, 2026
Homeરાજ્યજામનગરહનુમાન ટેકરી વિસ્તારના લોકો કોર્પોરેટરની આગેવાની હેઠળ ધરણા કરતા અટકાયત - VIDEO

હનુમાન ટેકરી વિસ્તારના લોકો કોર્પોરેટરની આગેવાની હેઠળ ધરણા કરતા અટકાયત – VIDEO

રેલવેની સાત દિવસની નોટિસ સામે હનુમાન ટેકરી વિસ્તારના લોકોમાં ઉગ્ર આક્રોશ : ગઇકાલે મોડી સાંજે લોકો રસ્તા પર ઉતર્યા બાદ આજે જામપા ખાતે પહોંચ્યા : વોર્ડ નં.6 ના કોર્પોરેટર સહિતના દ્વારા વિરોધ પ્રદર્શન

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારના લોકોને જગ્યા ખાલી કરવાની રેલ્વે દ્વારા સાત દિવસની નોટીસ આપતા લોકોમાં ઉગ્ર આક્રોશ છવાયો છે. ગઇકાલે મોડી સાંજે આ વિસ્તારના લોકો રસ્તા પર ઉતર્યા હતાં. 400થી વધુ મહિલાઓ સહિતના લોકોએ કલેકટર નિવાસ તરફ કુચ કરતા પોલીસ દોડી ગઇ હતી. અને લોકોને સમજાવી પરત મોકલ્યા હતાં. આજે સવારે પણ આ વિસ્તારના રહેવાસીઓ વોર્ડ નં.6 ના કોર્પોરેટરની આગેવાની હેઠળ જામનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતાં. અને કમિશ્નર નીચે આવી આવેદનપત્ર સ્વીકારે તેવી માંગણી કરતા પોલીસ પહોંચી ગઇ હતી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોર્પોરેટર સહિતના કેટલાકની અટકાયત કરી હતી.

- Advertisement -

જામનગર શહેરના દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તથા આસપાસની સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા અનેક પરિવારોને રેલવે તંત્ર દ્વારા સાત દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગઇકાલે રાત્રે લોકોના ટોળા રસ્તામાં ઉતર્યા બાદ આજે સવારે ફરી એક વખત આ વિસ્તારના લોકોના ટોળા એકઠા થયા હતાં. અને વોર્ડ નં.6 ના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ જામનગર મહાનગરપાલિકાની કચેરીએ કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં પહોંચ્યા હતાં. જ્યાં કમિશ્નર ઓફીસમાંથી નીચે આવી આવેદનપત્ર સ્વીકારે તેવી ટોળાએ માંગણી કરતા જામનગર મહાનગરપાલિકા કચેરીમાં વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો. કોર્પોરેટર સહિતનું લોકોનું ટોળુ જામનગર મહાનગરપાલિકા કચેરીમાં ધરણા પર બેસી ગયું હતું અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતાં જેને લઇ પોલીસ દોડી ગઇ હતી. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા ટોળાને અટકાયત કરવાની ચીમકી આપતા ટોળુ પોલીસ વાનમાં બેસી જતાં અટકાયત કરવામાં આવી હતી.

ગઇકાલે મોડી સાંજે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. રેલવે તંત્રએ આ જમીન પોતાની માલિકીની હોવાનું જણાવી મકાનો ખાલી કરવા માટે નોટિસ પાઠવી છે, જેમાં સાત દિવસની અંદર સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

આ નિર્ણયથી ચિંતિત અને નારાજ બનેલા સ્થાનિકો રાત્રિના સમયે એકત્ર થયા હતા. અંદાજે 400થી વધુ મહિલા સહિતના લોકો જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન તરફ કૂચ કરી રજૂઆત કરવા નીકળ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને માર્ગમાં જ તમામને અટકાવી સમજાવટ કરી હતી. પોલીસ દ્વારા કચેરીના સમયે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવાની સૂચના આપવામાં આવતા સ્થાનિકો પરત ફરી ગયા હતા. આગેવાનો દ્વારા ફરી સવારે લાલ બંગલા સર્કલ ખાતે ફરી એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, જો કે પોલીસ દખલથી સ્થિતિ કાબૂમાં રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular