જામનગરની એચ. જે. દોશી આઇટી કોલેજ દ્વારા આજરોજ એચ.જે.ડી. બીઝ કાર્નિવલ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓ કલાસનું શિક્ષણ મેળવવાની સાથે સાથે ફિલ્ડનું જ્ઞાન પણ મેળવે અને કોલેજ પૂર્ણ કર્યા બાદ ઉદ્યોસ સાહસિકતા કેળવે તેમજ નવા આઈડિયા દુનિયા સમક્ષ મૂકી શકે તે હેતૂથી જામનગરની એચ. જે. દોશી ઇન્ફોર્મેશન ટેકનોલજી ઇન્સ્ટિટયૂટ દ્વારા “HJD BIZ CARNIVAL-2026” આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ, સેવા, ગિફ્ટ આર્ટીકલ સહિતના 50 થી વધુ સ્ટોલ તૈયાર કરાયા હતાં. સ્ટાર્ટઅપ આઈડિયા થકી વિદ્યાર્થીઓએ તેમનું કૌવત બતાવ્યું હતું. આજે સવારે નવ વાગ્યાથી આ કાર્નિવલનો પ્રારંભ થયો હતો. જે બપોરે ચાર વાગ્યા સુધી યોજાશે. સમગ્ર આયોજન માટે કોલેજના પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ તથા કોલેજના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.
View this post on Instagram


