Tuesday, February 10, 2026
Homeરાજ્યજામનગરજામનગર તથા ખંભાળિયામાં ઝાકળભીની સવાર - VIDEO

જામનગર તથા ખંભાળિયામાં ઝાકળભીની સવાર – VIDEO

ફરી એકવખત ઠંડીનો ચમકારો વર્તાયો

જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલે બપોરબાદથી વાતાવરણમાં પલટા સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. છેલ્લા બેથી ત્રણ દિવસથી ગરમીનો સામનો કર્યા બાદ ફરી ઠંડા પવનોથી શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા. બીજીતરફ આજે સવારે જામનગર તથા ખંભાળિયા પંથકમાં ઝાકળભીની સવાર જોવા મળી હતી. જેના કારણે વાહનચાલકો પણ પરેશાન થયા હતા.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો માહોલ છવાયો હતો. ત્યારબાદ ગઇકાલે ફરી એકવખત ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો 2.5 ડિગ્રી ગગડયો હતો. જામનગર કલેક્ટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ગઇકાલે લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયા બાદ આજે 14.5 ડિગ્રી પહોંચ્યું છે. મહત્તમ તાપમાન 29.0 ડિગ્રી છે. હવામાં ભેજનું પ્રમાણ 86% તથા પવનની ગતિ 2.6 કિ.મી./પ્રતિ કલાક રહેવા પામી હતી. આજે સવારે જામનગરમાં ઝાકળ પણ જોવા મળી હતી.

ખંભાળિયા પંથકમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનના ઊંચકાયેલા પારા વચ્ચે ગત સાંજથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવતા એકાએક ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. ગતરાત્રે હાડ થીજાવી દે તેવી ઠંડી વચ્ચે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ ઉતરી આવી હતી.

- Advertisement -

આ નોંધપાત્ર પ્રમાણમાં ઝાકળ બિંદુથી સર્વત્ર પાણીની પાતળી પરત છવાઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે સૂર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા અને લોકોએ પુન: શિયાળાની ઋતુનો અનુભવ કર્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular