Tuesday, February 3, 2026
Homeસમાચારરાષ્ટ્રીય6 લાખની કાર માટે બે કરોડની નંબર પ્લેટ

6 લાખની કાર માટે બે કરોડની નંબર પ્લેટ

લક્ઝરી યુઝ્ડ કાર ડીલરશિપ Big Boy Toyz દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલી એક્શન હાઉસ હરાજીમાં દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ વેચાઈ છે. આંધ્ર પ્રદેશના એક કાર લવરે વીઆઇપી નંબર પ્લેટ “DDC 001” રેકોર્ડ 2.08 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ નંબર પ્લેટને દેશની અત્યાર સુધીની સૌથી મોંઘી નંબર પ્લેટ માનવામાં આવી રહી છે. આ સ્પેશિયલ હરાજીમાં “DDC 001” વિન્ટેજ નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી, જે પહેલા Big Boy Toyz ના ફાઉન્ડર જાતિન આહુજાની માલિકીની હતી. આશ્ચર્યની વાત એ છે કે આ વીઆઇપી નંબર માટે બોલી રૂ. 2.08 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ હરાજીમાં સૌથી ઊંચી બોલી આંધ્રપ્રદેશના ગુંટૂરના કિરણ કોલ્પાકુલા એ લગાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular