Tuesday, February 3, 2026
Homeરાજ્યજામનગરમોરબીના ટ્રાન્સપોર્ટર સાથે પિતા-પુત્ર દ્વારા કથાના નામે વિશ્વાસઘાત

મોરબીના ટ્રાન્સપોર્ટર સાથે પિતા-પુત્ર દ્વારા કથાના નામે વિશ્વાસઘાત

ટ્રાન્સપોર્ટરના ભાભુના ખાતામાંથી નવ લાખ રૂપિયા આપ્યા : પિતા-પુત્રએ કથામાં યુવાન અને પરિવારનું નામ ન નાખ્યું : નવ લાખના વિશ્વાસઘાત સંદર્ભે પોલીસ ફરિયાદ

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની અને હાલ મોરબી પંથકમાં રહેતાં યુવાનએ સપ્તાહ કરવાની ના પાડી હોવા છતાં જામનગરના પિતા-પુત્રએ યુવાન અને તેના પરિવારનું નામ નહીં રાખી સપ્તાહ માટે આપેલા રૂપિયા નવ લાખની ઉઘરાણી કરતાં ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના વતની અને હાલ મોરબી તાલુકાના ઘુંમટુ ગામમાં રહેતાં ટ્રાન્સપોર્ટર દશરથસિંહ બળવંતસિંહ વિભાજી (ઉ.વ.35) નામના યુવાનને જામનગરના પુનિતનગરમાં રહેતા રતુભા હનુભા જાડેજા અને પુત્રએ વિશ્વાસમાં લઇ ટ્રાન્સપોર્ટરના ભાભુ માટે કથા (સપ્તાહ) કરાવવા માટે વિશ્વાસમાં લઇ યુવાન પાસેથી ભાભુના પેન્શન ખાતામાંથી રૂા. નવ લાખ મેળવી લીધાં હતાં. ત્યારબાદ આ કથાની યુવાન દ્વારા મનાઇ કરવામાં આવી હતી. તેમ છતાં પિતા-પુત્રએ પોતાની મરજી મુજબ કથા કરી નાખી હતી. જેમાં ટ્રાન્સપોર્ટર અને તેના પરિવારનું નિમંત્રકમાં નામ પણ રાખ્યું ન હતું.

ત્યારબાદ ટ્રાન્સપોર્ટર દ્વારા કથાના નવ લાખ રૂપિયા પરત માંગતા પિતા-પુત્રએ આ નવ લાખ રૂપિયા કથામાં ખર્ચ કરી નાખ્યો હોવાનું જણાવી યુવાન સાથે ગાળાગાળી અને જોઇ લેવાની ધમકી આપી પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફએ પિતા-પુત્ર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular