જામનગર શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. જેમાં પોલીસે સોના-ચાંદીના દાગીના અને બાઇક સહિત રૂા. 2,54,000ના મુદામાલ સાથે ભાવનગરના શખ્સને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરની કામદાર કોલોની વિસ્તારમાં આવેલા હિરેનભાઇ સોની નામના વિપ્ર યુવાનના બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમ્યાન એલસીબીના ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, ઘનશ્યામભાઇ ડેરવાળીયા તથા મયુદીનભાઇ સૈયદને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
જે દરમ્યાન ચોરીમાં સંડોવાયેલો સુનિલ ઉર્ફે ખાન રાજુ પરમાર નામનો શખ્સ મોટરસાયકલ પર દિગ્જામ સર્કલ પાસે ઉભો હોય તેથી એલસીબીની ટીમએ સુનિલને જીજે10 ડીપી 0771 નંબરના બાઇક અને રૂા. 1,89,000ની કિંમતના સોનાના દાગીના, અને રૂા. 5 હજારની કિંમતના ચાંદીના દાગીના, રૂા. 10 હજારની કિંમતની રોકડ રકમ, રૂા. 50 હજારની કિંમતનું બાઇક, હથોડી કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં કામદાર કોલોનીમાં ઘરફોડ ચોરી આચર્યાની કેફિયત આપી હતી. તેમજ સુનિલ વિરૂઘ્ધ અગાઉ સિટી ‘બી’ ડિવિઝનમાં પણ એક ગુનો નોંધાયેલોહ હતો. જેના આધારે એલસીબીની ટીમએ રૂા. 2,54,100નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી આદરી હતી.


