Monday, February 2, 2026
Homeરાજ્યહાલારચાલકે કાબૂ ગૂમાવતા પવનચકકીના પાંખિયા નીચે દબાઇ જવાથી યુવાનનું મોત

ચાલકે કાબૂ ગૂમાવતા પવનચકકીના પાંખિયા નીચે દબાઇ જવાથી યુવાનનું મોત

લાલપુર તાલુકાના નવા ધુણિયા ગામ પાસે અકસ્માત : સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા પાછળ બેસેલો યુવાન પાંખિયા નીચે દબાઇ ગયો : પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

લાલપુર તાલુકાના નવા ધુણિયા ગામથી માધુપુર જવાના માર્ગ પર ટ્રકચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતાં પવનચક્કીનું પાંખિયું પાછળ બેસેલા યુવાન ઉપર પડતાં દબાઇ જવાથી યુવાનનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના નવા ધુણિયા ગામ તરફથી માધુપુર જવાના રસ્તા ઉપર પસાર થઇ રહેલા જીજે27 ટીએફ 3991 નંબરના ટ્રક ટેઇલરમાં પવનચકકીનું પાંખિયું ભરીને જતો હતો. તે દરમ્યાન નવા ધુણિયા નજીક ચાલકે ટ્રક બેફિકરાઇથી ચલાવતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે ટ્રકમાં પાછળ ભરેલું પવનચકકીનું પાંખિયું પાછળ બેસેલા દીપકભાઇ ઉપર પડતાં દબાઇ જવાથી ગંભીર ઇજા પહોંચતા દીપકભાઇનું મોત નિપજયું હતું. આ બનાવ અંગેની જાણ વિવેકભાઇ રામસિંગભાઇ યાદવ કરતાં હે.કો. ટી. બી. જાડેજા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતક યુવાનની લાશનો કબ્જો મેળવી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે મોકલ્યો હતો. પોલીસે ટ્રકચાલક વિરૂઘ્ધ અકસ્માતનો ગુનો નોંધી પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular