Monday, January 26, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

જામનગર શહેરમાં યુવાનની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

જામનગર શહેરમાં આવેલી હિમાલય સોસાયટીમાં રહેતાં યુવાનએ તેના ઘરે કોઇ કારણસર સાડી વડે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આદરી હતી.

- Advertisement -

આત્મહત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી હિમાલય સોસાયટી, શેરી નંબર ચારમાં વસવાટ કરતાં બ્રિજરાજસિંહ દશરથસિંહ વાળા (ઉ.વ.25) નામના યુવાનએ રવિવારે તેના ઘરે કોઇપણ કારણસર રૂમમાં રહેલા પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા દશરથસિંહ વાળા દ્વારા જાણ કરાતા પીઆઇ એન. એમ. ઝાલા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી આરંભી આત્મહત્યાનું કારણ જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular