Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં આઠના મોત

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં આઠના મોત

રાજધાની સહિતના મેટ્રો શહેરમાં હાઇએલર્ટ : આતંકી ષડયંત્રની આશંકા

સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા જોરદાર વિસ્ફોટમાં આઠ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ અફડાતફડી મચી જવા પામી છે. જ્યારે દિલ્હી સહિતના અન્ય શહેરોમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે. વિસ્ફોટની તપાસ માટે એનએસજી  તથા એનઆઇએની ટીમો ઘટના સ્થળે રવાના થઇ છે.

- Advertisement -

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર સોમવારે સાંજે 6:30 કલાકે વિસ્ફોટ થયાનું બહાર આવ્યું છે. સ્ટેશનના ગેટ નંબર એક પાસે રહેલી એક કારમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આજુબાજુના ત્રણથી ચાર વાહનોમાં આગ લાગી હતી. જેને કાબૂમાં લેવા ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી ગયા છે. આ વિસ્ફોટમાં ઘણાં લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જેમને સારવાર માટે એલએનજેપી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હજુ ગઇકાલે જ ગુજરાત એટીએસએ ત્રણ આઇએસઆઇએસના ત્રાસવાદીઓને પકડી પાડયા છે. જ્યારે આજે મુઝફ્ફરપુરમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેના પરથી કોઇ મોટા ષડયંત્રની આશંકા ગુપ્તચર એજન્સીઓને પહેલેથી જ હતી. ત્યારે આ કોઇ આતંકી ષડયંત્ર છે કે પછી અકસ્માત? તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ દિલ્હીના લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. જ્યારે મુંબઇ સહિતના અન્ય મેટ્રો શહેરોમાં પણ હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular