Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના સૌથી વધુ કર ચૂકવતા પોશ વિસ્તારમાં જ ખખડધજ માર્ગ

જામનગરના સૌથી વધુ કર ચૂકવતા પોશ વિસ્તારમાં જ ખખડધજ માર્ગ

જામનગર શહેરના પોશ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી સ્થાનિક લોકો ત્રાસદી જેવી પરિસ્થિતિ અનુભવી રહ્યા છે. જે વિસ્તારના લોકો મહાપાલિકાને સૌથી વધુ કરેવરા મનપાની તીજોરીમાં આપે છે, એવા સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં ખખડધજ બની ગયેલા રસ્તા પરક મોટા ખાડા અકસ્માતને આમંત્રણરૂપ બની રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, શહેર-જિલ્લાના માર્ગની સ્થિતિનું જે પણે સરકારી કચેરીમાં સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી તેવા સાંસદ પૂનમબેન માડમ પણ અહીં જ વસવાટ કરે છે, સાથે જ શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ-ઉદ્યોગપતિઓનો પણ રહેઠાણ અહીં જ આવેલા છે. મનપાના તંત્રનો આ વિસ્તારને એવો કડવો અનુભવ છે કે અહીં સામાન્યના વરસાદના પગલે વરસાદી પાણી ઘરોમાં-બંગલાઓમાં ઘુસી જવાની સમશ્યા તો તંત્ર વર્ષોથી ઉકેલી શકતું નથી, ત્યારે હવે આ વિસ્તારના માર્ગની દુર્દશા ક્યારે નિવારવામાં આવશે તે તો સમય જ કહેશે…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular