Thursday, November 7, 2024
Homeરાજ્યગુજરાતઆજથી બે દિવસ પીએમ મોદી કેવડિયાની મુલાકાતે : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે...

આજથી બે દિવસ પીએમ મોદી કેવડિયાની મુલાકાતે : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોશનીનો શણગાર – જુઓ ડ્રોન વ્યુ….

સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે રંગબેરંગી લાઈટોની સજાવટ : 280 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

- Advertisement -

વડોદરા નરેન્દ્રભાઈ મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે, તા.30, 31 ઓકટોબર ગુજરાતમાં રહેશે વડાપ્રધાન. સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે. વડાપ્રધાનના આગમનની સાથે દિવાળીનો પર્વ હોવાથી પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં કેવડિયાની મુલાકાતે આવતા હોય છે જેને લઈને આ રંગબેરંગી લાઈટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું છે.

- Advertisement -

આજથી પીએમ મોદી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે સાડા પાંચ વાગે પીએમ વડોદરા એરપોર્ટ ખાતે આવશે અને ત્યાંથી કેવડિયા પહોંચી 280 કરોડનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે તેમજ વિવધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડ નીહાળશે.

- Advertisement -

એકતા નગર સ્થિત નર્મદા ઘાટ, નર્મદા ડેમ, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ સહિત તમામ પ્રવાસન સ્થળો પર રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યાં છે. જો કોઈ અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કર્યું છે.

- Advertisement -

સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેસર શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજથી બે દિવસ માટે કેવડિયાની મુલાકાત રહેશે. આજે એકતા નગરમાં રૂ. 280 કરોડથી વધુના ખર્ચના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી તેઓ 6.0 કાર્યક્રમમાં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ “આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ” છે. 99મો કોમન ફાઉન્ડેશન કોર્સ-આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસીસના 653 ઓફિસર ટ્રેઇનીનો સમાવેશ થાય છે.

31મી ઓક્ટબર ગુરૂવારે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી 7:30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે. જયાં તેઓ સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલશે. રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિના સાંનિધ્યમાં સવારે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. સવારે 9 વાગ્યાની આસપાસ કેવડિયાથી વડોદરા જવા રવાના થશે. વડાપ્રધાનના બે દિવસના કાર્યક્રમને અનુલક્ષીને કેવડિયા તથા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કેવડિયાને ’નો ફલાયઝોન’ પણ જાહેર કરી દેવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular