Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરઉંડ નદી પટ્ટમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી, રૂ. 60 લાખનો મુદ્દામાલ...

ઉંડ નદી પટ્ટમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી, રૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત – VIDEO

એક હિટાચી, એક લોડર અને એક ડમ્પર સહિતનાં સાધનો કબજે કરી ખનીજ વિભાગે હાથ ધરી નિયમોનુસાર કાર્યવાહી

જામનગરમાં ઉંડ નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના બિનઅધિકૃત ખનન અને વહન અંગે મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જામનગર ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી કરવામાં આવેલી તપાસ દરમિયાન ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી એક હિટાચી મશીન, એક લોડર મશીન અને એક ડમ્પર સહિત આશરે રૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉંડ નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતીના બિનઅધિકૃત ખનન અને વહન અંગે ફરિયાદ મળતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર ખનિજના બિનઅધિકૃત ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતાં સાધનો મળી આવતાં ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન એક હિટાચી મશીન, એક લોડર મશીન અને એક ડમ્પર અટકાયતમાં લઈ આશરે રૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલનો કબજો પ્રહલાદસિંહ જાડેજા બ્લોક અને શિવ રોક્સ પ્લાન્ટ ખાતે સોંપવામાં આવ્યો હતો.

- Advertisement -

ખનીજ વિભાગ, જામનગર દ્વારા જપ્તી કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં નિખિલભાઈ, આનંદભાઈ, યશભાઈ અને રજનીકાંતભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.

- Advertisement -

ઉંડ નદી પટ્ટ વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહીથી બિનઅધિકૃત ખનન અને ખનિજના ગેરકાયદે વહન સામે ખનીજ વિભાગની કામગીરી સામે આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular