Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરકોમર્શિયલ કોમ્પ્લેક્સની લિફ્ટ અચાનક બંધ, ચાર જેટલા લોકો ફસાયા - VIDEO

કોમર્શિયલ કોમ્પ્લેક્સની લિફ્ટ અચાનક બંધ, ચાર જેટલા લોકો ફસાયા – VIDEO

અંબર ચોકડી પાસેની ઘટનામાં ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરી લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા

જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલા નિયો એટલાન્ટિક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લિફ્ટ અચાનક બંધ થઈ જતાં ચાર જેટલા લોકો અંદર ફસાઈ ગયા હતા. આ ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

- Advertisement -

મળતી માહિતી મુજબ, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લિફ્ટ અચાનક બંધ થઈ જતાં તેમાં સવાર ચાર જેટલા લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.

- Advertisement -

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી અને લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરતાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular