Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરલોહાણા મહાજનમાંથી નિવૃતિ સ્વિકારી જીતુભાઈ લાલની ટીમે નવી સમિતીને સોપ્યું સુકાન

લોહાણા મહાજનમાંથી નિવૃતિ સ્વિકારી જીતુભાઈ લાલની ટીમે નવી સમિતીને સોપ્યું સુકાન

જામનગર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે ભરતભાઈ મોદી (સાબુવાળા) સહિતની ટીમની જ્ઞાતિની સામાન્ય સભામાં સર્વાનુમતે વરણી

- Advertisement -

જામનગર લોહણા મહાજનમાં સતત ત્રેવીસ વર્ષ નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળ્યા પછી પ્રમુખ જીતુભાઈ લાલ અને તેમની ટીમે નિવૃતિ સ્વિકારતાં જ્ઞાતિની મળેલી સામાન્ય સભામાં નવા હોદેદારો સાથે મહાસમિતીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિની સામાન્ય સભા ગઈકાલે મોદી લોહાણા મહાજનવાડી ખાતે મળી હતી. જેમાં પ્રમુખ જીતુભાઈ લાલે સૌનું સ્વાગત કરતાં વર્ષ 2002થી જામનગર લોહાણા મહાજનનું સુકાન સંભાળ્યા પછી પંચેશ્વરટાવર ચોક સ્થિત વર્ષો જુની જર્જ2ીત લોહાણા મહાજનવાડીના સ્થાને 60 હજાર ફુટના બાંધકામ સાથે નવી લોહાણા મહાજનવાડીનું નિર્માણ કાર્ય કરવા માટે 14 રહેણાંક ભાડુતોની જગ્યા ખાલી કરાવવા, 9 દુકાનદાર ભાડુતો સાથે સમાધાનથી ઉકેલ લાવવા, મહાજનવાડી સાથે પરિસરના બન્ને મંદિરોનો ર્જીણોધર કરવા માટે કેટલી સમસ્યા, મુશ્કેલી-અવરોધો અને અડચણો આવ્યા તેની વિસ્તૃત માહિતી આપી હતી અને લોહાણા મહાજનના વર્ષ 2023-24 સુધીના હિસાબો રજુ ર્ક્યા હતા. અને આર્થિક સધ્ધરતાની આંકડાક્યિ માહિતીઓ આપી હતી. જે હિસાબોને જ્ઞાતિજનોએ સર્વાનુમતે બહાલી આપી હતી.

આ ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં આવેલી લોહણા મહાજનની માલીકીની 21 હજાર ફુટ જમીન કાનુની ચુંગાલમાંથી મુક્ત કરાવી સંર્પૂણ માલીકી હકક મળી ગયેલ તેની વિગતો આપી હતી.

- Advertisement -

લોહાણા જ્ઞાતિની આ સામાન્ય સભામાં હિસાબો મંજુર કરવા ઉપરાંત પટેલ કોલોની સ્થિત લોહાણા મહાજનની જગ્યા વેંચાણ કરવા તેમજ શહેરમાં યોગ્ય સ્થળ પર નવી લોહાણા મહાજનવાડીનું નિર્માણ કરવા નવનિયુક્ત હોેદારોની સાથે અશોકભાઈ લાલના નેજા હેઠળ અરવિંદભાઈ પાબારી અને ભીખુભાઈ મોરજરીયાની બનેલી કમિટીને સત્તા આપવા સર્વાનુમતે ઠરાવાયુ હતું.

આ સભામાં જ્ઞાતિ પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી અને ઓડીટર હરેશભાઈ રાયઠઠા સહિતની સમગ્ર ટીમે નિવૃતિ લેવાનું જાહેર ર્ક્યુ હતું. નાદુ2સ્ત તબિયતના કા2ણે આ સભામાં ઉપસ્થિત નહીં રહી શકેલા સંસ્થાના ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણીએ પણ સ્વૈચ્છિક નિવૃતી સ્વિાકરી હોવાનો સંદેશો પાઠવ્યો હતો. જેનો ઉપસ્થિતોએ સાભાર સ્વિકાર ર્ક્યો હતો.

- Advertisement -

લોહાણા મહાજનની વડિલ સમિતીના સદસ્ય વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરીયાએ વર્ષ 2002માં જીતુભાઈ લાલ સાથે તેમની ટીમને સુકાન સોંપાયા પછી આ ટીમે કરેલી ત્રેવીસ વર્ષ સુધીની કામગીરીને બીરદાવી હતી અને તેવી જ રીતે ભરતભાઈ સુખપરીયાએ આ વખતે પણ જામનગર લોહાણા મહાજનના નવા પ્રમુખ તરીકે ભરતભાઈ કે. મોદી (સાબુવાળા), ઉપપ્રમુખપદે ચેતનભાઈ માધવાણી, મંત્રી તરીકે વકીલ રાજેશભાઈ એમ઼ કોટેચા, સહમંત્રી તરીકે અનીલભાઈ ગોકાણી, ખજાનચી તરીકે મનોજભાઈ અમલાણી, સહખજાનચી તરીકે રાજુભાઈ મારફતીયા, સંગઠ્ઠન મંત્રીઓ તરીકે અતુલભાઈ પોપટ(ઉત્તર-પટેલ કોલોની), રાજુભાઈ હિંડોચા (દક્ષીણ-સાધના કોલોની), મનીષભાઈ તન્ના (પૂર્વ – હાપા લાલવાડી) અને મધુભાઈ પાબારી (પશ્ચિમ-2ણજીતનગર), તેમજ ઓડીટર તરીકે નિલેશભાઈ ઠકરાર સહિત 41 સભ્યોની મહાસમિતિની તેમજ 11 સદસ્યોની વડીલ સમિતીના નામની દરખાસ્ત મુકી હતી અને જવાહરભાઈ કેશરીયાએ તેને ટેકો આપ્યો હતો. આ દરખાસ્ત સામે અન્ય કોઈ દરખાસ્ત નહી આવતાં તેને સર્વાનુમતે બહાલી સૌ જ્ઞાતિજનોએ આપી હતી.

લોહાણા જ્ઞાતિની આ સામાન્ય સાધારણ સભાના પ્રારંભ દિવંગત જ્ઞાતિજનોને બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. સભાનું સંચાલન વડિલ સમિતિના સદસ્ય જવાહરભાઈ કેશરીયાએ ર્ક્યુ હતું.

લોહાણા જ્ઞાતિની સામાન્ય સાધા2ણ સભા પૂર્ણ થતાં નવનિયુક્ત મહાસમિતીના સભ્યોની બેઠક મળી હતી. જેમાં ભરતભાઈ સુખપરીયાની દ2ખાસ્ત મુજબ પ્રમુખ સહિત 11 હોેદા2ોની વરણીને સર્વાનુમતે બહાલી આપી હતી. આ પછી જીતુભાઈ લાલ અને તેમની ટીમે નવા વરાયેલા પ્રમુખ ભરતભાઈ મોદી અને તેમની ટીમને પુષ્પહાર કરી અભિનંદન પાઠવી હોવાનો હવાલો સુપ્રત ર્ક્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular